વારસદાર - 40

(86)
  • 6.9k
  • 3
  • 5.2k

વારસદાર પ્રકરણ 40મંથનને મળીને કેતાનું દિલ ભરાઈ આવ્યું હતું. એ ખૂબ જ લાગણીશીલ છોકરી હતી અને મનોમન મંથનને ખૂબ જ પ્રેમ કરતી હતી. મંથને આજે જે રીતે એની સામે ખુલાસો કર્યો એ સાંભળ્યા પછી એને લાગ્યું કે મંથનનો કોઈ દોષ ન હતો. એ સાચો જ હતો. મંથન હંમેશા એને સુખી કરવાની પૂરી કોશિશ કરતો હતો અને આજે એટલે જ એણે આખા પરિવારને મુંબઈ શિફ્ટ કરી દેવાની વાત કરી. આ દુનિયામાં કોણ કોઈના માટે આટલું બધું વિચારે છે !! મારે શીતલને સમજાવવી જ પડશે કે કે મંથને કોઈ જ વિશ્વાસઘાત કર્યો નથી. ઘરે પહોંચ્યા પછી રાત્રે એણે શીતલને પોતાની પાસે બોલાવી.