વારસદાર - 39

(92)
  • 6.7k
  • 4
  • 5.1k

વારસદાર પ્રકરણ 39મંથન અમદાવાદ જવા નીકળી ગયો પછી અદિતિ પણ પોતાની ગાડી લઈને મમ્મી પપ્પાના ઘરે બોરીવલી જવા નીકળી ગઈ. મર્સિડીઝ આવ્યા પછી મંથને પોતાની સ્વિફ્ટ ગાડી અદિતિને આપી દીધી હતી. અદિતિ ઘરે પહોંચી ત્યારે પપ્પા પણ ઘરે જ હતા. કારણકે હજુ સવારના સાડા નવ વાગ્યા હતા. " આવ બેટા. મંથનકુમાર અમદાવાદ જવા નીકળી ગયા ? " ઝાલા સાહેબે પૂછ્યું. " હા પપ્પા એ ગાડી લઈને સવારે વહેલા જ નીકળી ગયા. એ બહાને મારે પણ તમારા લોકોની સાથે ત્રણ ચાર દિવસ રહેવાશે. " અદિતિ બોલી. "તારું જ ઘર છે દીકરી. મંથન કુમાર હોય ત્યારે પણ તું થોડા દિવસ રહેવા માટે