વારસદાર - 37

(85)
  • 7k
  • 4
  • 5.1k

વારસદાર પ્રકરણ 37કાંતિલાલ અને હિતેશ ગયા પછી મંથને એના સસરા અનિરુદ્ધસિંહ ઝાલા ને ફોન કર્યો. " પપ્પા તમારા નાના ભાઈ અનિલસિંહ ઝાલા અત્યારે કયા પોલીસ સ્ટેશનમાં છે ? મારા એક મિત્રના કેસમાં મારે કદાચ એમને મળવું પડશે." મંથને કહ્યું. મંથનનાં લગ્ન થયાં ત્યારે અનિલસિંહ ઝાલા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હતા એ એને ખબર હતી. લગ્નમાં પણ એમણે હાજરી આપી હતી અને મંથનને ખૂબ શુભેચ્છાઓ પણ આપી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર લેવલની વ્યક્તિ વ્યાજખોરોને પાઠ ભણાવી શકે એ એને ખબર હતી. એટલે જ એણે મુંબઈ ઝાલા સાહેબને ફોન કર્યો. " એ અત્યારે ક્રાઈમ બ્રાન્ચમાં ઇન્સ્પેક્ટર છે. " ઝાલા સાહેબ બોલ્યા અને એમનો મોબાઇલ