વારસદાર પ્રકરણ 36ઉનાળાની સિઝન ચાલતી હતી એટલે શિલ્પાએ રસ રોટલી અને કારેલાનું શાક બનાવી દીધું. સાથે ગુંદાનું તાજુ અથાણું પણ હતું. છેલ્લે ફજેતો અને ભાત તો ખરા જ. મંથનને જમવામાં ખરેખર મજા આવી ગઈ. રસની વાડકી ખલાસ થવા આવી એટલે તરત જ શિલ્પાએ ફરી આખી વાડકી ભરી દીધી. " અરે અરે ભાભી આટલો બધો રસ નહીં ખવાય ! " મંથન બોલ્યો. " તમારે ઓછામાં ઓછી ત્રણ વાડકી રસ લેવાનો છે. રોટલી ઓછી ખાજો. તમે ભલે હોટલમાં રહો પરંતુ કાલે પણ તમારા માટે સવારે રસ પુરી બનાવવામાં આવશે. " શિલ્પા ભાવ પૂર્વક બોલી. "ઓર સદાશિવ ભૈયા આપ ભી શરમાના મત. આપકો