અતીતરાગ-૫૦માત્ર ચૌદ વર્ષની ઉમ્રમાં અભ્યાસ પડતો મુકીને ફિલ્મના પડદા પર આવવું પડ્યું.અભિનેત્રી રેખાને.એવી તે શું મજબૂરી હતી ?તે વિષે વધુ વિગત જાણીશું આજની કડીમાં.અભિનેત્રી રેખાના પિતા તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સુપર સ્ટાર તરીકે જાણીતાં હતાં.નામ હતું જેમિની ગણેશન.રેખાની માતાજી પણ તમિલ ફિલ્મોની એક્ટ્રેસ હતી. જેમનું નામ હતું પુષ્પાવલી.પુષ્પાવલીએ જેમિની ગણેશન સાથે ફિલ્મો પણ કરી હતી.ધીરે ધીરે રીલ લાઈફનો રોમાન્સ રીઅલ લાઈફમાં તબદીલ થઇ ગયો.જેમિની ગણેશન વિવાહિત હતાં.છતાં પણ જેમિની ગણેશને પુષ્પાવલી જોડે સંબંધ સાચવ્યો, પણ કયારેય લગ્ન ન કર્યા.પણ આ નામ વગરના સંબંધની સૂચિમાં એક નવું નામ ઉમેરાયું રેખાના સ્વરૂપમાં.૧૦ ઓક્ટોબર ૧૯૫૪માં રેખાનો જન્મ થયો.નામકરણ થયું ભાનુરેખાના નામથી.રેખાના પિતા જેમિની ગણેશનને