પ્રેમ ક્ષિતિજ - ભાગ -૬૦

(18)
  • 3.3k
  • 2
  • 1.3k

જાન ઘર આગળ આવી પહોંચી, જાનૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી, ઘોડેસવાર થઈને આવેલ વરરાજા પોતાના સહેરમાંથી આ બધું જોઈ રહ્યા હતા અને પોતાની ઓળખ છતી ના થઈ જાય એ માટે અવારનવાર સહેરો સરખો કરી રહ્યા હતા, એકબાજુ ડીજે સાથે ગરબા અને બીજીબાજુ ઘરની સ્ત્રીઓ ફટાણાં ગાવાના ચાલુ કરી દીધા, બંનેના અવાજ એકબીજા સાથે હરીફાઈમાં ઉતર્યા હોય એમ લાગી રહ્યું હતું, એનઆરઆઈ મહેમાનોને આ બધું એકસાથે જામ્યું નહિ પરંતુ તેઓએ જીવનમાં આવો લ્હાવો લેવાનો અવસર બખુભી સ્વીકારી લીધો, તેઓ પણ બધા જોડે સેટ થઈ ગયા હોય એમ ઝૂમવા માંડ્યા, ગામમાંથી ને ગામમાંથી જ જાન આવી રહી હતી એટલે ગામના લોકોએ પોતાને જાણે