પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૮

(14)
  • 2.9k
  • 1.2k

"સંભાળ મારી વાત પહેલાં....."- શ્રેણિકે નયનને ખભે હાથ મૂકીને રોક્યો."ભાઈ પણ બહુ મોડું થઈ ગયું છે!"- નયન રડમસ અવાજે બોલી રહ્યો."હું પણ જાણું છું એ તો...પરંતુ ધીરજના ફળ મીઠા હોય."- શ્રેણિકે એને સાંત્વના આપી."તો બોલ હું શું કરું હવે?"- નયન તો જાણે સાવ પાછલી પાટલીએ બેસી ગયો."જો એક વાત સાંભળ, તને ખબર પડી ગઈ છે કે માયા તને પ્રેમ કરે છે પરંતુ માયાને ખબર નથી કે તને આ વાતની જાણ છે!""તો?""તો એને સરપ્રાઇઝ આપ...એની ખુશીમાં ચાર ચાંદ લગાવી દે!"- શ્રેણિકે હસતાં હસતા કહ્યું."યાર સીધું કહે ને...મને કશી સમજ નથી પડતી.""તને મારા પર વિશ્વાસ છે?""હા...મારા કરતાં પણ વધારે યાર...""તો બસ હું