ચોર અને ચકોરી - 37

(16)
  • 3.1k
  • 1
  • 1.6k

(કેશવને ગોતવા નીકળેલો કાંતુ ફરી એકવાર પાલી થી રામપુર આવે છે.) કાંતુએ પાલી પહોંચીને કેશવ વિશે ઘણી બારીકાઈથી તપાસ કરી. અનેક લોકોને એના વિશે પૃચ્છા કરી. પણ કેશવ પાલીમાં રહેતો હોય તો કોઈ એને ઓળખે ને? કાંતુને ખબર જ ન હતી કે સોમનાથ પાલીમાં રહેતો હશે. સવારથી લઈને બપોર સુધી એણે કેશવ વિશે આખા ગામમા શોધ ખોળ કરી જોઈ. પણ કોઈ પરિણામ ન મળ્યું ત્યારે પોતાના સાથીઓ સાથે રામપુર આવ્યો ત્યાં ફરી એકવાર કેશવના ઘરમાં તાળુ તોડીને ઘૂસ્યો. પણ કેશવ અહીં પણ આવ્યો ન હતો. એક ચા ની રેકડી પર કાંતુ ગયો." એ રામ રામ ભાઈ. ત્રણ ચા આલજો રેકડીવાળા