જીવનસંગિની - 11

  • 2.5k
  • 1
  • 1.5k

પ્રકરણ-૧૧ (નવું અજવાળું) જ્યારે મિહિરભાઈએ મનોહરભાઈને નિશ્ચય અને અનામિકાના લગ્નસંબંધ માટેની વાત કરી તો થોડી ક્ષણો માટે તો મનોહરભાઈ વિચારમાં પડી ગયા. એમને તરત શું જવાબ આપવો એ સૂઝ્યું નહીં એટલે એમણે કહ્યું, "હું તમને વિચારીને કહું." એટલું કહી એમણે ફોન મૂકી દીધો. માનસીબહેન મનોહરભાઈની સામે એકદમ પ્રશ્નાર્થભાવ સાથે જોઈ રહ્યા હતા. એમણે તરત જ પોતાના પતિને પૂછ્યું, "કોનો ફોન હતો? શું વાત છે? શું વિચારમાં પડી ગયાં છો?" "પેલા મિહિરભાઈ યાદ છે તને? જે વર્ષો પહેલા મારી બેંકમાં મેનેજર હતા? અને તેમનો દીકરો નિશ્ચય! એ યાદ છે?" મનોહરભાઈ બોલ્યા. માનસીબહેને પોતાની યાદશક્તિને જોર આપ્યું અને એમને યાદ આવતાં જ