" કૉલેજ કેમ્પસ "ભાગ-40આકાશ જરા મનમાં જ હસ્યો અને મનમાં જ બોલ્યો, " ઑહ, તો તો ખાવા જ પડશે. " નાનીમા આકાશને પરીની ઓળખાણ આપતાં બોલવા લાગ્યા કે, " બેટા, આ મારી દીકરીની દીકરી છે પરી, બેંગ્લોરમાં રહે છે આ હવન માટે જ ખાસ મેં તેને અહીં બોલાવી છે. અને આજે તું જરા ફ્રી હોય તો એક કામ કરજે ને પરીને આપણાં હવન માટેની જગ્યા ગાયત્રી મંદિર લઈ જજેને, તો તે જરા જગ્યા જોઈ લે કે હવન માટે બરાબર તો છે ને ? " અને આ વાત સાંભળતાં સાંભળતાં આકાશ તો જાણે ઉછળી પડ્યો, પણ પરીનો ચહેરો જોવા જેવો હતો...