સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ -20 સોહમને સાવી સાથે વાત કરવી હતી પણ ખબર નહીં એને શું થયું એણે સાવીનો ફોન કાપી નાંખ્યો...સોહમ પોતે ના સમજી શક્યો કે એણે કેમ એવું કર્યું ? સાવીનો ફરીથી ફોન આવ્યો અને બોલી “ વાત કરતાં કરતાં ફોન કેમ કાપી નાંખ્યો ? શું થયું ?” સોહમે કહ્યું “ખબર નહીં મારાંથીજ કટ થયો. મેં તને એમજ ફોન કરેલો પણ તારો ફોન બીઝી આવ્યો હતો...આપણે મધ્યમવર્ગીય માણસો ...આપણને નાની વસ્તુઓમાં આનંદ આવે અને નાની નાની વાતમાં હર્ટ થઈએ નારાજ થઈ જઈએ આપણને મોટું કશું કરવાનો જાણે હક્કજ નથી..” એમ કહી હસ્યો. સાવીએ કહ્યું “સોહમ વાત