વસુધા -વસુમાં પ્રકરણ 54 ભાનુબહેને સરલાની ફારગતી શબ્દનો ઉપયોગ કર્યો અને વસુધાએ એમને એવી કાળવાણી ઉચ્ચારતાં અટકાવી દીધાં હતાં. પછી ભાનુબહેને વસુધાને સાંભળી સરલા માટે એણે પ્રેરણાત્મક શબ્દોનો ઉપયોગ કર્યો આંગણાંને પાવન કર્યું એમને ખુબ ગમ્યું અંદરને અંદર હ્ર્દયમાં ક્યાંક હાંશ અને સંતોષ અનુભવ્યો છતાં એમણે વસુધાને પૂછી લીધું “ વસુ તારી આવી વિચારવાણી તારો આ કુટુંબ માટેનો પ્રેમ ફરજ જોઈને હું ભગવાનને મનોમન કહી રહી હતી કે કેવી સંસ્કારી અને લાગણીથી ભરપૂર છતાં હિંમતવાળી છોકરી મારે ઘરે મોકલી છે પણ એકવાત મને સમજાવ ભલે મને ગમ્યું તેં કહ્યું આ "પાવન આંગણું" આટલાં વર્ષો ગયાં...હું આ ઘરમાં પરણીને આવી