ચારિત્ર્યતા

  • 2.1k
  • 2
  • 762

//ચારિત્ર્ય//ઇશ્વરે માનવજીવનું સર્જન કર્યું પરંતુ ચારિત્ર્યનું ઘડતર તો માણસે પોતે પોતાની જાતે જ કરવું પડે છે. શિક્ષણ દ્વારા, અનુભવ દ્વારા અને પોતાની જાતને સતત સુધારતા રહેવાની વૃત્તિ કેળવીને. ચારિત્ર્ય માટે જો કહેવામાં આવે તે એક મીઠી સોડમ જેવું હોય છે. ફૂલ ગમે તેટલું સુંદર અને રંગબેરંગી હોય પણ એનામાં સુગંધ ન હોય તોએ માત્ર ને માત્ર ફ્લાવરવાઝમાં શોભાના ગાંઠીયા જેવું બની રહે છે. જે માણસોમાં ચારિત્ર્ય ન હોય તેઓ પણ નિરૃપદ્રવી સામાજિક પ્રાણીથી કમ નથી. આવા કેટલાક ‘ચારિત્ર્યહીન’ લોકો સમાજ માટે ખૂબ જ ‘ઉપદ્રવી’ પણ હોઈ શકે છે. પરંતુ સમાજ આવા લોકોને વધારેસમય સુધી સહન કરી શકતું નથી.ચારિત્ર્યની સુવાસ અગરબત્તી