આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 11

  • 3.3k
  • 1
  • 1.6k

અત્યાર સુધી આભા દ્વારા આગળ વધી રહેલી વાર્તા હવેથી ત્રીજા પુરુષ તરીકે આગળ વધારી રહી છું.આપને જરૂર પસંદ પડશે. એવી આશા સહ *...........*..........*.......…..*..........*........*"હોટલ પર જે થયું એ ઠીક નથી થયું. આપણે આભાને સત્ય કહી નહીં શકીએ અને જે દ્રશ્ય એને જોયું એના માટે ‌‌‌એ શું ધારી બેઠી છે?" હેમંતભાઈ ના ચહેરા પર ચિંતા ના ભાવ ફરી રહ્યા હતા."મોટાભાઈ ચિંતા ના કરો.. અને મને લાગે છે આપણે એને બધું સાચું કહી દેવું જોઈએ." મોટાભાઈ ની ચિંતા જોતા હર્ષદભાઈ બોલી પડ્યા."શું કહો છો તમે? આભાને કઈ રીતે સાચું કહી શકીએ આપણે?? ડૉક્ટરે કહ્યું છે કે આ રીતે અચાનક બધી હકીકત જાણી એની