ધરતી

  • 3.5k
  • 1.3k

મે ૧૧, ૨૦૧૦ આજે હું જોબ પરથી છુટી ધીરે ધીરે ઘરે આવતી હતી. મારા પગ, પીઠ અને શરીરમાં સખત દુખાવો થતો હતો. આ દુખાવો કાંઈ નવો નહોતો, રોજ એ જ કામ અને એ જ દુખાવો. ભૂખના લીધે પેટ અવાજો કરતું હતું. આજે તો રસોઈ પણ બાકી હતી, એટલે ‘શું બનાવવું’ના વિચારમાં ક્યારે ઘર આવી ગયું ખબર જ ના પડી! ઘરના બારણાં પાસે આવતાં જ રસોઈની સુગંધ આવી. નીચેવાળા મીનામાસી જમવાનું આપી ગયા લાગે છે, એમ વિચારતાં મેં બારણું ખોલ્યું અને જોયું તો આશ્ચર્યચકિત બની ગઈ! “મમ્મી, ચાલ, તું જલ્દી જલ્દી જમવા બેસી જા. જો મેં ચોળા, ભાત અને કઢી બનાવ્યા