પાછળના ભાગમાં આપણે જોયું કે... "દીકરી એ માસી નહિ તારી મા સમાન કાકી છે. એમને આજથી તારી મા જ સમજી લે. આપણે અહી શહેરમાં તારા કાકા સાથે એમના ઘરે આવ્યા છીએ. અને હવે એમના ઘરે જ રહેવાના છીએ", કાનજી ભાઈ સુમનના માથે હાથ ફેરવતા બોલ્યા. આ સાંભળતાં જ માથા પર ફરી રહેલ કાનજી ભાઈના હાથ જાણે અચાનક ભારે થઈ રહ્યા હોય એમ સુમનને લાગ્યું. તે હાથના વજન નીચે એનું માથું પીસાવા લાગ્યું હોય અને હજારો સણકા ઉપડ્યા હોય એમ તે ફાટ ફાટ થઈ રહ્યું હતું. સુમન પોતાનું પૂરેપૂરું બળ લગાવતી કાનજી ભાઈનો હાથ હડસેલી ઊભી થઈ ગઈ.