ડાયરીનું ઝાંખું પડેલું અવિસ્મરણીય પૃષ્ઠ

  • 3.5k
  • 1.2k

ડિસેમ્બર ૭, ૧૯૮૨આજે વહેલી સવારે મને સ્વપ્ન આવેલું કે બાનું મગજ અસ્થિર થઈ ગયું છે અને એ અમારા રુમમાં પાસે પાસે પાસે મૂકેલાં પલંગોની ગોળ ફરતે દોડી રહ્યા છે! તેમનું શરીર ભારે હોવા છતાં એ સ્ફુરતાંથી દોડે છે… ભર ઊંઘમાં મેં મમ્મીને બોલતાં સાંભળી, “ નિશા, નિશા, ઉઠ, ઉઠ.” આંખ ખોલી તો મમ્મી માથા પાસે ઊભી હતી.“ચાલ, જલ્દી કર, આપણે હમણાં જ નીકળવાનું છે, બાની તબિયત બહુ ખરાબ છે.”ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે બા તો અમારા પહોંચતાં પહેલા જ સ્વર્ગે સિધાવી ચૂક્યા હતા! ઊંઘતી આંખે જોયેલ સ્વપ્ન અને આંખ ઉધડતાં જ કરુણ કઠોર સત્ય! બા અને મૃત્યુ? સાચે જ??