અતીતરાગ - 39

  • 2.3k
  • 970

અતીતરાગ-૩૯ખ્યાતનામ અભિનેત્રી આશા પારેખને થોડા દિવસના શૂટિંગ પછી તેમની પહેલી ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યાં હતાં.કેમ ? અને કઈ હતી એ ફિલ્મ ?જાણીશું આજની કડીમાં.. આશા પારેખનું બોલીવૂડ આગમન બિમલ રોયને આભારી છે. બિમલ રોયે પહેલીવાર આશા પારેખને ડાન્સ કરતાં જોયા હતાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં.તે સમયે આશા પારેખની વય હતી માત્ર દસ વર્ષ. પણ તે દસ વર્ષની ઉંમરમાં આશા પારેખની નૃત્ય પ્રત્યેની રુચિ જોઇને બિમલ રોયે નક્કી કર્યું કે, તે તેમની ફિલ્મમાં આશા પારેખને જરૂર તક આપશે.પણ અડચણ એ હતી કે આશા પારેખની માતાનો એવો આગ્રહ હતો કે અત્યારે તેના અભ્યાસનો સમય છે, આટલી નાની વયે ફિલ્મોમાં કામ કરીને શું કરશે