અતીતરાગ - 36

  • 1.9k
  • 920

અતીતરાગ-૩૬‘મૂડ મૂડ કે ના દેખ મૂડ મૂડ કે..’આશરે છ દાયકા પહેલાં વર્ષ ૧૯૫૫માં આવેલી સુપરહિટ ફિલ્મના આ યાદગાર ગીતના આટલાં શબ્દો સંભાળતા તરત જ નજર સમક્ષ આવી જાય.. ‘શ્રી ૪૨૦’ના એ મારકણી અદાના અદાકારા ‘નાદીરાજી.’આજની કડીમાં વાત કરીશું ‘નાદીરાજી’ની નાયાબ અભિનય કરીકીર્દી વિષે.નાદીરાજીનો જન્મ થયો હતો ઈરાકના બગદાદ શહેરના યહૂદી પરિવારમાં. તેમનું નામકરણ થયું ‘ફરહદ’,એ પછી તેમની નાની વયમાં જ તેમનો પરિવાર સ્થળાંતર થયો બગદાદથી બોમ્બે.બોમ્બે સ્કૂલમાં એડમીશન લેતાં સમયે તેમનું ફરી એક વખત નામકરણ થયું. ‘ફરહદ’નું થયું ફ્લોરેન્સ.જયારે નાદીરાજીની ઉમ્ર ૧૫ યા ૧૬ વર્ષની હતી, ત્યારે તેમના પર નજર પડી મશહુર ડીરેક્ટર મહેબૂબ ખાનના પત્ની સરદાર અખ્તરની.સરદાર અખ્તરની કલા