પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૪

  • 2.7k
  • 2
  • 1.6k

કોમલ ઘરે આવીને રાજલ ના રૂમમાં જઈને તેની તબિયત કેવી છે. એવું પૂછે છે ત્યાં રાજલ રડવા લાગે છે. રડતી રાજલ ને શાંત કરીને કોમલ આશ્વાશન આપે છે કે તું જલ્દી ઠીક થઈ જઈશ. ચિંતા ન કર..રાજલ ના મનમાં વિચાર આવ્યો કે હું અત્યારે કોમલ ને રાજ ના ત્રાસ વિશે વાત કરી દવ. પણ કોમલ ભોળી છે અને ક્યાંક રાજ પાસે જશે અને તેના પણ મારી જેવા હાલ રાજ કરશે એ ડરથી રાજલ પોતાની પાસે રહેલ ભેદ ખોલતી નથી. અને થોડી વારમાં ચૂપ થઈને બુક વાંચવા લાગે છે.કોમલ એટલું તો જાણી ગઇ હતી કે રાજલ એટલી બધી તો ખરાબ નથી