સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -18

(86)
  • 7.4k
  • 4
  • 5k

પ્રકરણ -18 સ્ટ્રીટ નંબર 69   સાવીએ એનાં તથા એનાં કુટુંબ વિશે માહિતી આપી પછી બોલી "હમણાં આટલું... ઘણું કહેવાયું હવે અત્યારેજ બધું કહેવા બેસીસ તો મારુ ગળું કે અવાજ પછી કંઈ કામ નહીં કરે ..."એમ કહી સોહમની સામે જોયું પછી બોલી..."સોહમ ખાસ તો તને ચેતવવાજ આવી હતી "... સોહમે આશ્ચર્યથી પૂછ્યું "ચેતવવા એટલે ?" મને કંઈ સમજાયું નહીં...મેં એવું શું કર્યું છે કે તારે ચેતવવો પડે ?” સાવીએ કહ્યું "એમાં આટલા ગભરાવવાની જરૂર નથી એક કહેવત છે ને ? ચેતતો નર સદા સુખી...સીધીજ વાત કરું તને...મેં તને મદદ કરી એ ચંબલનાથનાં હુકમથી કરી હતી એ એક સિદ્ધિની કસોટી હતી...પણ