આ જનમની પેલે પાર - ૪૮ - છેલ્લો ભાગ

(38)
  • 3.8k
  • 3
  • 1.5k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૪૮ (અંતિમ) સવાર પડી ત્યારે દિયાન અને હેવાલીની આંખો ઘેરાવા લાગી હતી. પણ મીઠા ઉજાગરાને કારણે મન પ્રફુલ્લિત હતું. બંને હવે ઊંઘ કાઢવા જઇ શકે એમ ન હતા. સવારે મંદિરમાં મળવાનું જરૂરી હતું. બંને વિચારતા હતા કે આજે બધાંની સામે એક એવું રહસ્ય ખોલવાનું હતું જે સાંભળીને બધાં જ હક્કાબક્કા રહી જવાના હતા. કોઇને કલ્પના નહીં હોય કે અમે કયું રહસ્ય લઇને ફરતા હતા. અમે અલગ થવા તૈયાર થઇ ગયા એ વાત બધાંને આંચકો આપી ગઇ હતી. જે પતિ- પત્ની એક દિલ બે જાનની જેમ રહેતા હોય એમણે કેવા સંજોગોમાં અલગ થવાનું નક્કી કરવું પડ્યું