કનેક્શન-રૂહ સે રૂહ તક - 21

(13)
  • 3.4k
  • 1.6k

૨૧.બાળપણની દોસ્ત અપર્ણા આજે એની શૂટિંગનાં સેટ પર શૂટિંગ માટે આવી હતી. બે દિવસથી જે ઘટનાઓ બની રહી હતી. એનાંથી એ આજે થોડી પરેશાન નજર આવી રહી હતી. જેનાં લીધે એનું ધ્યાન શૂટિંગમાં બિલકુલ ન હતું. લંચ બ્રેક સમયે એ એક જગ્યાએ આરામથી બેસી ગઈ. એ સમયે જ એનાં મોબાઈલની રિંગ વાગી. એણે સામે ટેબલ પર પડેલાં મોબાઈલની સ્ક્રીન પર નજર કરી. જેમાં તાન્યા નામ ફ્લેશ થઈ રહ્યું હતું. એ જોઈને અપર્ણાની આંખોમાં ચમક આવી ગઈ. "તનુ! આટલાં સમય પછી તને મારી યાદ આવી?" અપર્ણાએ કોલ રિસીવ કરીને મોબાઈલ કાને લગાવતાં પહેલી શિકાયત કરી."તું મુંબઈ જઈને મને ભૂલી ગઈ." તાન્યાએ