("હુ ગામદેવી માતાને સાક્ષી રાખીને તને વચન દવ છું કે જ્યા સુધી હુ પગભર નહી થાવ ત્યા સુધી હુ બા બાપુ ની સામે મારી જાતને એમના પુત્ર તરીકે છતી નહી કરું") હવે આગળ વાંચો.... ગામદેવીના મંદિરથી. જીગ્નેશનુ ઘર બહુ દૂર ન હતુ.જીગ્નેશ અને ચકોરી ઘર તરફ જઈ રહ્યા હતા.ગામદેવી મંદિર અને પોતાના ઘરની વચ્ચે આવતા એકેએક વૃક્ષ જીગ્નેશ ને પોતાના ઓળખીતા લાગતા હતા. દરેક વૃક્ષને પોતાની હથેળી અડાડીને જીગ્નેશ પોતાની આત્મીયતા વ્યક્ત કરતો હતો. "ચકોરી.આ જો. આ કાતરાનું ઝાડ. એના કેટલાય કાતરા આપણે તોડી તોડીને ખાધા છે. અને પેલી બોરડી જો ચકોરી.આ એ જ બોરડી છે ચકોરી તું કાંટો લાગવાની