દિગ્સગજ મહારાષ્ટ્રીયન એવા સદાશીવ અમરાપુરકર ફિલ્મજગતની એક એવી હસ્તી કે જેણે, નાટકમાં હાસ્ય અભિનેતાની ભૂમિકાને કારણે પહેલી જ ફિલ્મમાં વિલનની ભૂમિકા મળી હતી અને વર્ષો પછી વિલન તરીકેના શ્રેષ્ઠ અભિનયને કારણે ફિલ્મફેરમાં નવી કેટેગરી શરૂ કરવામાં આવી ત્યારે પહેલો એવોર્ડ મેળવી ગયા હતા. તેમનું અસલ નામ ગણેશ નારવડે હતું. સ્ટેજ માટે સદાશિવ અમરાપુરકર નામ અપનાવ્યું હતું. બાળપણથી જ નાટકોમાં તેઓ વધુ રસ લેતા સદાશીવે અભિનયનો શોખ સાથે પૂણે યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં માસ્ટરની ડિગ્રી મેળવી હતી અને થિયેટરમાં જોડાઇ ગયા હતા. પહેલાં એ નાટ્ય નિર્દેશક તરીકે વધુ કામ કરતા હતા. નિર્દેશનમાં વધુ રસ પડતો હતો. અને ક્યારેક કોઇ પાત્ર પસંદ આવી જાય