સાચો પ્રેમ

  • 4.1k
  • 1.3k

સાંજનો એ સમય હતો દર રોજની જેમ આજે પણ હું ઈવનિંગ વૉક પર ગઈ હતી, એક હાથમાં પાણીની બોટલ અને બીજા હાથમાં મોબાઈલ જેમાં જુના મધુર ગીતો વાગતા હતા . ચાલતા ચાલતા હું એ નદી કિનારે પહોંચી ગઈ. સાંજનું એ રળિયામણું વાતાવરણ આથમતો સૂરજ અને કલરવ કરતા એ પંખીઓ જાણે આથમતા સૂરજને સંગીત સંભળાવતા હોય એમ લાગતું. નદીનું એ પાણીનું વહેણ મારા આખા દિવસના થાક દૂર કરતું એમ લાગતું હતું.આ આહલાદક વાતાવરણમાં કોઈ પોતાની વેદના કુદરતને કહેતું હોય એવો અનુભવ થયો. ચારેય બાજુ નજર કરતા મારુ ઘ્યાન દુર નદીની રેત પર બેઠેલી એ છોકરી તરફ ગયું, દુરથી જોતા એ કંઈક