સને.1973 નું બનાસનું પૂર

  • 2.8k
  • 1k

બનાસનો વિનાસ(તોતેરનું પૂર)તા.31/08/1973****** આ કોઈ કથા વાર્તા નથી.જાતે જોયેલો અનુભવજન્ય વિનાસ મને આજે પણ પૂરનો સમય યાદ આવે છે.મારી ઉંમરના કે મારાથી વધુ ઉંમરના લોકોને જ્ઞાત હશે.હું પણ આ પૂરનો સાક્ષી છું.રાજસ્થાનના ઉપરવાસ વિસ્તારમાં અતિભારે વરસાદ થતાં ઢેબર સરોવરમાંથી પાણી ઓવરફ્લો થઇ દાંતીવાડા ડેમમાં ઠલવાયું અને દાંતીવાડા તેમજ સમગ્ર ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ થવાથી આખું ગુજરાત તરબતર હતું.કદાચ આ સમયે મારી ઉંમર છ વરસની હશે.સાત સાત દિવસ સુધી નદીના ભયજનક પાણી રહ્યાં હતાં.અનેક માણસો આ પ્રચંડ પૂરથી તણાઈ ગયાં,જમીન ધોવાઈ ગઈ,બાજરી, કપાસ,દિવેલા,તુવર,તલ તો ઉભાં સડીગયાં હતાં.મારા દાદા રાજા ભગતની* રાધનપુર પંથકમાં એકજ ફ્ળઝાડની વાડી હતી.શેરડી,મગફળી,શક્કરટેટી,તરબૂચ અને શાકભાજીનો સોથ વળી ગયો