અતીતરાગ-૩૧વર્ષ ૧૯૭૦માં હિન્દી ફિલ્મ જગતમાં એક અલગ વિષય પર ફિલ્મો બનાવનાર એક અલગ સમુદાય હતો. તે ફિલ્મોના નિર્માતા, કલાકાર અને દર્શકોનો ટેસ્ટ બિલકુલ જુદો જ હતો. તે ફિલ્મ મેકર્સ અને અભિનેતા મધ્યમ વર્ગનું પ્રતિબિંબ યા તો મધ્યમ પરિવારની વાચાનું બખૂબી પરદા પર એવું નિરૂપણ કરતાં, જે જોઇને સામાન્યથી સામાન્ય વ્યક્તિ પણ તેની છબી ફિલ્મી પરદે જોઇને તેની બધી જ વિટંબણા ત્રણ કલાક માટે વિસરી જતો.તે પ્રકારની ફિલ્મ નિર્માણના હિમાયતી અને સુત્રધાર હતાં.. ગુલઝાર, ઋષિકેશ મુખરજી, યા તો બાસુ ચેટરજી. જે આમ આદમીની ખાસ ફિલ્મો હતી. આવી હટકે ફિલ્મોનું પ્રતિનિધિત્વ કરતાં, મહા નાયકનું નામ હતું.. ‘અમોલ પાલેકર’.ધ બોય લાઇક નેક્સ્ટ ડોર.અમોલ