અતીતરાગ-૨૮૧૯૭૦નો દાયકો.તે સમય હતો રોમાન્ટિક ફિલ્મી દૌરનો.અને ત્યારે રોમાન્ટિક કિંગ હતાં સુપરસ્ટાર રાજેશ ખન્ના.દરેક મોટા ગજાના પ્રોડ્યુસર્સની પહેલી પસંદ હતી રાજેશ ખન્ના.પણ જે પ્રોડ્યુસરનું બજેટ મર્યાદિત રહેતું, તે બીજા કલાકારો તરફ નજર દોડાવતાં.અને એ બીજા કલાકારોમાં તાજો અને તરવરતો એક ચહેરો એવો હતો જેને સૌ ‘ગરીબોનો રાજેશ ખન્ના’ કહેતાં.અને તે નવજુવાન કલાકારની પહેલી જ ફિલ્મે બોક્સ ઓફીસ પર ધમાલ કરતાં રજત જયંતિ મનાવી.વર્ષ ૧૯૭૦.ફિલ્મ હતી ‘સાવન ભાદોં’અને જેને જોઇને પરાણે વ્હાલ ઉપજે એવાં હેન્ડસમ હીરોનું નામ હતું નવીન નિશ્ચલ.આજની કડીમાં વાત કરીશું એ ડાબા હાથે મુકાયેલા નામ વિષે.નવીન નિશ્ચલનો જન્મ થયો હતો લાહોરમાં. પણ તેની ફિલ્મી કેરિયરના કુંપળ ત્યારે ફૂટ્યાં