આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 10

  • 3.3k
  • 1.7k

ત્યાં જ રાહુલ ત્યાં આવી પહોંચ્યો. અને બોલ્યો, " ભાભી, જલ્દી તૈયાર થઈ જાવ. આપણે થોડીવારમાં નીકળશું. અને ભાઈ ને પણ કહેજો જલ્દી તૈયાર થાય. આજ તો એને આવું જ પડશે. દર વખતે કોઈને કોઈ બહાનું કરીને ઘરે રહી જાય છે. પપ્પા અને મોટા પપ્પા પણ સાથે આવે છે. ફુલ ફેમિલી એક સાથે.""ઓકે, હું એને કહી દઈશ." મેં જવાબ વાળ્યો.મેં ફરી બેડરૂમ તરફ પગ વાળ્યાં..દરવાજો નોક કરીને અંદર ગઈ.." આ તારો પણ રૂમ છે..નોક કર્યા વગર આવે તો ચાલે...." આકાશે કહ્યું."હા, પણ મારા લીધે તારી પ્રાઇવસી ભંગ થતી હોય તો મારે નોક કરીને આવવું પડે ને?" મેં બને એટલી શાંતિથી