શરત - ૧૩

(11)
  • 3.5k
  • 1
  • 1.7k

(ગૌરી બાલ્કનીમાં બેઠી બેઠી આદિ અને નિયતીની વર્તણૂક વિશે વિચારી રહી હોય છે. ખાસ તો આદિનું મૌન એને અકળાવી ગયું. એણે આદિનું મન જાણવું હતું પણ કેમ પૂછવા એ અસમંજસ હતી.)********************કંઈ ન સૂઝતાં થોડીવાર રહી એ નીચે ગઇ. મમતાબેન બેઠકમાં પુસ્તક વાંચી રહ્યા હતા. એમની બાજુમાં ગોઠવાઇ એણે સૂતેલી પરીને માથે હાથ ફેરવ્યો. એક-બે પાનાં વાંચી મમતાબેને પૂછ્યું,"આદિ જમ્યો?"ગૌરી માત્ર હકારમાં જવાબ આપ્યો."ઓફિસમાં બીજાં કોને મળી? આદિએ ઓળખાણ કરાવી હશે ને બધાં સાથે?""ના... એમને કોઈ મહત્વની મિટિંગ હતી.""નિયતી હતી?""હા.""તને શું થયું! કેમ ઉદાસ લાગે છે? આદિએ કંઈ કહ્યું?""ના... એમ જ.""ગૌરી, મનમાં જે કંઈ હોય એ જે તે વ્યક્તિને કહી દેવું