નેહડો ( The heart of Gir ) - 67

(30)
  • 3.7k
  • 1
  • 1.6k

જામલાને કુંઢીએ શિંગડે ચડાવ્યો ત્યારે કુંઢીના શિંગડાની અણી જામલાની જાંઘમાં વાગી ગઈ હતી. જેવો જામલો નીચે પડ્યો ત્યાં ભેંસોનું ટોળું તેને માથા મારીને ગુંદવા લાગ્યું. આ ઘમાસણ ચાલતું હતું ત્યાં ગોવાળિયા પહોંચી ગયા. ગોવાળિયાઓએ ભુરાઈ થયેલી ભેંસોને લાકડીઓ ફટકારી પાછી વાળી. પરંતુ સાવજને ભાળીને ભેંસો ખૂબ આવેશમાં આવી જાય છે. પછી તેને કાબુમાં કરવી ખૂબ મુશ્કેલ થઈ જાય છે. પરંતુ વર્ષોથી ભેંસો ચરાવતા ગોવાળિયાઓ ભેંસોને કાબુમાં કરવાની રીત સારી રીતે જાણતા હોય છે. બધાએ થઈને ભેંસોને કાબુમાં કરી પાછી વાળી. પરંતુ પાડો આજે ખૂબ ગુસ્સામાં આવી ગયો હતો. એ તો હજી પણ ઊંચું મોઢું કરી જામલા પર હુમલો કરવાની તૈયારી