માનતા

(11)
  • 3.3k
  • 1.2k

"આ વર્ષે આપણી માનતા પૂરી થઈ જશે. મારો બીજો કોન્ટ્રાક્ટ પૂરો થવા આવ્યો છે, કાલે સિત્તેર હજારનો ચેક આવી જશે એટલે અષાઢી બીજના માતાજીના મંદિરે જઈને માનતા પૂરી કરી આવશું." સુરેશભાઈએ પત્ની દયાબહેનને જાણકારી આપી. "જો આ વર્ષે માનતા પૂરી થઈ જાય, તો માતાજીની મહેરબાની. પછી તમે એક સાથે બે-બે સાઈટ ના કરતા." દયાબહેન બોલ્યા. દયાબહેન અને સુરેશભાઈ આ બંન્ને- દંપતિએ પાંચ વર્ષ પહેલા, પોતાના આઠ વર્ષના બીમાર દિકરાને સાજો કરવા માટે ખુબ ઉપાયો કર્યા હતા. ઘણાં ડૉક્ટરોએ પોતપોતાના અંદાજા લગાવીને ઈલાજ કર્યા, પણ કોઈ ફાયદો ન થયો. ડોક્ટરે જે કહ્યાં એ રિપોર્ટ્સ પણ કરાવ્યા, પણ ન તો કોઈ બિમારી