એક પત્ર ભુજીયા ડુંગરને

  • 5.6k
  • 1
  • 1.4k

તા.28/8/2022તિથિ: ભાદરવા સુદ એકમભુજ કચ્છ ગૌરવાંતીભુજના પ્રવેશદ્વાર સમા અને હૃદયમાં બિરાજનાર એવા ભુજીયા પર્વતને મારા શત શત પ્રણામ.સારા વરસાદને કારણે લીલી ધરતીની ઝાંય અને પ્રકૃતિના સોળ શણગારથી શોભાયમાન થયેલ હોવાથી તું ખૂબ જ આનંદમાં હોઈશ એમ હું માનું છું. હું પણ આનંદ માં જ છું. કોરોનાકાર પહેલાં (લગભગ ત્રણ વર્ષ) તારી મુલાકાતે અમે બધા આવ્યા હતા. તારા સાથે નો પરિચય એમ તો બાળપણથી જ છે ઘરની આગાસીએ ચઢીએ તો તું દેખાય શાળાએ, મંદિરે કે અન્ય જાહેર સ્થળો પરથી પણ તું દેખાય અને હાં પેલા દરબારગઢમાં આવેલ ઊંચા ટાવર પર ચઢીને તને જોઈએ ત્યારે તારો સમગ્ર વિશાળ સૌંદર્યને હું જોઈને અંજાઈ