અતીતરાગ-૨૬‘સીન વન.. ટેક વન ..મૂહર્ત શોટ ,... કલેપ’આવું બોલવામાં આવે છે, કોઈપણ ફિલ્મનો કોઈપણ શોટ શૂટ કરતાં પહેલાં. ક્લેપ આપીને આવું બોલતાં હોય છે, ક્લેપર બોય.સુપર સ્ટાર રાજેશ ખન્નાની એક સુપરહિટ ફિલ્મના મુહુર્ત શોટ માટે કલેપ આપ્યો હતો, બોલીવૂડના એક લીજન્ડ કલાકારે. એક આઇકોનિક અદાકાર જેઓ ક્લેપર બોય બન્યાં હતાં.કોણ હતાં એ દિગ્ગજ કલાકાર જે યશરાજ બેનરની સ્થાપનાના શ્રી ગણેશની યાદગાર ક્ષણના ભાગીદાર બન્યાં હતાં ?જાણીશું આજની કડીમાં.ફિલ્મનો શોટ શૂટ કરતાં પહેલાં ક્લેપ આપવામાં આવે છે. જે ક્લેપ પર શોટ નંબર અંકિત કરેલાં હોય છે. ફિલ્મમાં જેટલાં શોટ, એટલાં ક્લેપ.આ પ્રક્રિયાના કારણે ફિલ્મના એડિટરને તેમનુ કામ કરવામાં ઘણી સરળતા રહે