સંતાપ - 5

(78)
  • 5.9k
  • 4
  • 4k

૫. નાગપાલની તપાસ...!  બીજે દિવસે સવારે ચાવાળો છોકરો ચા લઈને ગેરેજમાં પહોંચ્યો ત્યારે જ રાજેન્દ્રના ખૂનની વાત બહાર આવી.  તાબડતોબ પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી.  રાજેન્દ્ર સાથે સંકળાયેલો હોવાને કારણે નાગપાલ તરત જ જરૂરી સ્ટાફ સાથે બનાવના સ્થળે પહોંચી ગયો. ફોરેન્સિક વિભાગ તથા ફોટોગ્રાફરની કાર્યવાહી પૂરી થયાં પછી એણે બારીકાઇથી ઓફીસનું નિરીક્ષણ કર્યું. પરંતુ ત્યાંથી તેને કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ ન મળી. ઓફિસમાં સેન્ટની તૂટેલી બોટલને કારણે તીવ્ર ગંધ ફેલાયેલી હતી.  કેપ્ટન દિલીપ પણ અત્યારે નાગપાલની સાથે આવ્યો હતો.  એ ચૂપચાપ નાગપાલની કાર્યવાહી જોતો હતો.  ‘ખૂની ખૂબ જ ચાલક છે !’ નાગપાલે ઉભડક પગે બેસીને લાશનું નિરીક્ષણ કરતાં કહ્યું, ‘ગુનો