સંતાપ - 1

(87)
  • 10.3k
  • 4
  • 5.9k

કનુ ભગદેવ ***** ૧. ચંડાળ ચોકડી…!  ..વિશાળગઢથી હરદ્વાર જતી એક્સપ્રેસ ટ્રેન પૂરી રફતારથી પોતાની મંઝીલ તરફ ધસમસતી હતી.  આ ટ્રેનના સેકન્ડ ક્લાસના જનરલ કંપાર્ટમેન્ટમાં એક મુસાફર એવો હતો કે જેની પાસે ટિકિટ નહોતી.ટિકિટ વગર જ એ ખુદાબક્ષ તરીકે મુસાફરી કરતો હતો.  પરંતુ તેમ છતાંય ટિકિટ ચેકર તેના પ્રત્યે બિલકુલ ધ્યાન નહોતો આપવાનો. એટલું જ નહીં, તેની પાસે ટિકિટ પણ નહોતો માંગવાનો ...!  એ માનવીનો દેખાવ જ એવો હતો.  વધેલી દાઢી ...! ખભા સુધી લટકતા લાંબા-બરછટ વાળ ...! મેલાં-ઘેલાં અને પરસેવાથી દુર્ગંધ મારતાં વસ્ત્રોમાં એ માણસ કોઈક ભિખારી જેવો લાગતો હતો.અને ભિખારી પાસે ક્યારેય ટિકિટની માગણી નથી થતી.  એનું નામ જયરાજ