પાછળના ભાગમાં આપણે જોયું કે...થોડી દૂર ઊભેલી સુમન અને રાઘવની નજરો એક થઈ અને બંનેનાં મનમાં એકબીજાની હાજરીથી સધિયારો બંધાયો. સુમન રાઘવ પાસે આવીને ઊભી રહી અને રાઘવને આંખોથી જ ઈશારો કરી આગળ વધવા પ્રોત્સાહન આપ્યું. હવે હિંમત ભેગી કરી રાઘવ પેલા ખોખાઓ આગળ જઈ પહોંચ્યો. હજુ પણ ત્યાં કંઇક હલનચલન થઈ રહી હતી. ધીરેથી એકદમ શાંતિથી કઈ પણ જાતના અવાજ કર્યા વગર રાઘવે એક ખોખું હટાવ્યું અને એક નાનકડું શરીર ઝપ કરીને બહાર કુડ્યું. આમ અચાનક કોઈ બહાર આવતા રાઘવ ડરનો માર્યો ચીસો પાડી રહ્યો. હવે આગળ.......રાઘવ પાછળ જોયા વગર ભાગ્યો અને સુમન પાસે જઈ તેના હાથ પકડી લીધા."હા