જીવનસંગિની - 6

  • 3k
  • 1.7k

પ્રકરણ-૬ (નવી શરૂઆત) અનામિકા હવે પોતાની હોસ્ટેલ લાઈફનો એક નવો અનુભવ લેવા ચાલી નીકળી હતી. અનામિકા સુરેન્દ્રનગરમાં આવી પહોંચી હતી. ફેશન ડિઝાઇનિંગમાં કેરિયર બનાવવાનું એનું સપનું પુરું થવામાં હવે માત્ર ત્રણ જ વર્ષનું અંતર બાકી રહ્યું હતું. એ ભણવામાં પોતાનું મન પરોવવા લાગી હતી. એને ત્યાં ખૂબ જ મજા આવી રહી હતી. પણ ઝાલાવાડમાં તમે રહો અને મુશ્કેલીઓ ના આવે એવું તો બને જ નહીં ને! એ તો સૌ જાણે છે કે, ઝાલાવાડ એટલે ખતરનાક લોકોનું ગામ. અનામિકાને પણ આવી જ એક મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવાનું થયું. સુરેન્દ્રનગરની સી. યુ. શાહ પોલિટેક્નિક કોલેજમાં એ ભણતી હતી. અનામિકા હવે કોલેજના બીજા