જજ્બાત નો જુગાર - 32

  • 2.1k
  • 1
  • 824

પ્રકરણ ૩૨ કપડાં પર લોહીના છાંટા ઊડ્યા હોય એવા ડાઘ રેલાયેલા હતાં. એક પણ શબ્દ મોં માંથી નિકળી શકતો ન હતો મોં માં ડૂમો બાઝી ગયો હતો. અંતરાની આંખોથી જાણે બધું જ સમજી ગઇ હોય એમ કલ્પના તેને ભેટીને એમની પીઠ પ્રસરાવી રહી હતી. પીઠ પ્રસરાવી હિંમત આપતી હોય એમ એકબીજાની આંખોમાં આંખ પરોવી આંખો જ વાતો કરી રહી હતી.હવે આગળ અંતરા હિબકા ભરી રહી હતી. તેને શાંત કરવા કલ્પના મથામણ કરી રહી હતી. તે શાંત થવા પ્રયાસ કરી રહી હતી. એક પણ વેણ સમજાતું ન હતું. મ.. મે... મેં કંઈ.....નોત... નોતું... કરવું...પણ...પણ...પણ..અચા...અચાન....‌.અચાનક.....જ.....ટ્ર......ટ્રક........અ....આવ્......આવ્યો....અન.....અને........મ....મા....મારા......પ....પપ્......પપ્પા.....પપ્પાનું....... 'હાં શું થયું તારા પપ્પાને? બોલ ગભરાયા