તલાશ - 2 ભાગ 31

(49)
  • 4k
  • 3
  • 2.1k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  "સુમિત ભાઈ, તમે ઇતિહાસ જાણો છો? વાંચ્યો છે? "જીતુભા. અત્યારે આ પરિસ્થિતિમાં આ તું શું પૂછે છે.' "એ જ સમજાવવા માંગું છું. અત્યારે આ પરિસ્થિતિમાં ઠંડક થી કામ લેવું પડશે. કોઈ પણ પ્રકારની ઉતાવળથી સ્નેહા ભાભી નો જીવ જોખમમાં આવી પડશે." "હમમમ, તો તને શું લાગે છે. શું કરવું જોઈએ?"  "આ ફૂટેજ બાજુ પર રાખો અને મને પૃથ્વીએ એક ફાઈલ આપી છે હું એ જોઉં એ દરમિયાન મારે અહીં શું કરવાનું છે એ મને સમજાવો.શેઠજી કહેતા હતા કે સાંજ પહેલા.."