અતીતરાગ-૨૪આજે વાત કરીએ એક એવાં અભિનેતાની જેનું નામ સાંભળતા સૌના ચહેરા પર એક સહજ સ્માઈલ આવી જાય. એક એવાં અભિનેતા અને હાસ્ય કલાકાર જેમણે ઉત્તમ અને નિર્દોષ કોમેડી કરી સૌ સિને રસિકોનું ભરપુર મનોરંજન કર્યું. તેમનું પાત્ર આપણા પરિવારના સ્વજન જેવું લાગતું, પોતીકું લાગતું.ફિલ્મી પરદે જયારે જયારે તેમના ભાગે કોઈ સારી અભિનેત્રીની જોડે ભૂમિકા ભજવવાની તક મળી ત્યારે ત્યારે જાલિમ બોલીવૂડના પ્રોડ્યુસર યા ડાયરેકટર તેમના પાત્રનો અચાનક જ ધ એન્ડ લાવી દેતાંપછી તે પાત્ર ફિલ્મ ‘મેરે અપને’માં મીનાકુમારીની સામે હોય અથવા ‘મિલન’ ફિલ્મમાં નૂત્તનની સામે.તેઓએ ક્લીન કોમેડીથી આપણને હસાવતાં, અને હસતાં હસતાં સિનેમાઘરની બહાર લાવતાં.જી, હાં તમારું અનુમાન શત્ત પ્રતિશત્ત