બે ત્રણ દિવસ રજા રાખીને હું કમને સબવે પર ગયો. મારું મન હવે ફરીથી સબવેમાં કામ કરવા જવા માંગતું નહતું અને મેં નક્કી કરી લીધું કે નવી નોકરી શોધી લઈશ. સબવેમાં પ્રવેશીને હું ચેન્જીંગ રૂમમાં જવા આગળ વધ્યો ત્યાં જ એલીસ ચન્જીંગ રૂમમાંથી બહાર આવી. એણે મને ‘હાય’ એવી રીતે કહ્યું જાણે કે કંઈ બન્યું જ ન હોય. મેં પણ એની અવગણના કરવાના ઈરાદે તેની સામે જોયા વિના હાય કહ્યું. બે ત્રણ દિવસ સામાન્ય રહ્યા ને ફરી એણે મને વીકેન્ડમાં કલબ જવા માટે ઓફર કરી, મન તો થયું કે ‘મેલું પાટું જાય ગડથોલું ખાતી’, પણ મને રજનીકાકાનો અવાજ સંભળાયો, “ક્ષમા