ઇકરાર - (ભાગ ૧૪)

  • 2.9k
  • 2
  • 1.3k

તમે પ્રેમમાં હોવ એટલે તમને તમારી આસપાસ શું થાય છે એનું પણ ભાન રહેતું નથી. તમને ફક્ત એક જ વ્યક્તિ દેખાય છે અને એ પણ એ કે જેના ગળાડૂબ પ્રેમમાં તમે હોવ. દિવસો ક્યાં પસાર થઈ જાય છે એની ગતાગમ રહેતી નથી. મારી હાલત પણ એવીજ થઈ ગઈ હતી. હું એલીસથી છૂટો પડુને મને થતું કે કયારે ફરી એને મળીશ, પણ મને ખબર ન હતી કે મારી આ ખુશી કેટલો સમય ટકશે. જેમ જેમ દિવસો વિતતા જતા હતા તેમ તેમ મારો એલીસ પ્રત્યેનો પ્રેમ વધારે ગાઢ બનતો જતો હતો. અમે વિકેન્ડ સાથે ગાળવા લાગ્યા હતા, એવી કોઈ જગ્યા બાકી નહતી