ઇકરાર - (ભાગ ૧૨)

(11)
  • 2.9k
  • 1
  • 1.3k

તમે થોડા દિવસ મોજ મજા કરો અને આરામ કરો એટલે પછી તમારા શરીરને આળસ ચડવા માંડે. શરીરને આરામ કરવાની આદત પડી જાય પછી કોઈ પણ કામ કરવામાં રસ જ ન જાગે. એક અઠવાડિયું હરવા ફરવામાં ગાળ્યા પછી મેં સંદીપને કહ્યું કે તારા ધ્યાનમાં કોઈ નોકરી હોય તો બતાવ. આમ નવરા બેઠા બેઠા કંટાળો આવવા લાગશે. રીચાને પણ હવે કોલેજ શરૂ થવાની હતી. સંદીપે અમને ત્યાંના ટ્રાન્સપોર્ટની સીસ્ટમ કેવી રીતે કામ કરે છે એ સમજાવી દીધું હતું એટલે હવે અમને એકલા જવામાં વાંધો આવે તેમ ન હતો. હું બાયોડેટા લઈને ઈન્ટરવ્યું માટે નીકળતો હતો એજ વખતે રીચા પણ બેગ લઈને તેના