ઇકરાર - (ભાગ ૧૧)

  • 2.8k
  • 1
  • 1.4k

હું સવારે ઉઠયો ત્યારે લગભગ આઠ વાગી ગયા હતા. હજી શરીરમાં રહેલી સુસ્તી ખંખેરવા આખા શરીરને બંને તરફ આમળીને આળસ મરડી ફ્રેશ થયો ત્યાં જ દિવ્યાનો અવાજ સંભળાયો, “ઊંઘ આવી બરાબર.” મેં બગાસું ખાતા કહ્યું, “હા. ગુડ મોર્નિંગ.” દિવ્યાએ મને સામે ગુડ મોર્નિંગ કહ્યું અને કોફીનો કપ લઈને આવી મારી સામે બેઠી. મેં દિવ્યા પાસેથી એણે મારી સામે ધરેલો કપ લઈને એને નિહારતા કહ્યું, “તને જોઇને કોઈ કહે નહીં કે તું બે બાળકોની માં છે.” દિવ્યા મારી ટીખળ કરતાં બોલી, “ચલ હટ, ફ્લર્ટ કરે છે.” મેં કહ્યું, “ના ના ખરેખર કહું છું. જો તું ઇન્ડીયામાં હોત તો અત્યારે તારી ઉંમર