ઇકરાર - (ભાગ ૯)

  • 2.4k
  • 1
  • 1.2k

રીચા સાથે મેં કરેલા કોન્ટ્રાક્ટ મેરેજ થયાના લગભગ બે મહિના પછી મેં રીચાને ફોન કર્યો. “તેરી ઉમ્મીદ તેરા ઇન્તજાર કરતે હૈ, યે સનમ હમ તો સિર્ફ તુમસે પ્યાર કરતે હૈ” અને તેણે ફોન ઉપાડ્યો, “હા બોલો સર...” મેં તેને પહેલાં નિરાશ કરીને સરપ્રાઈઝ આપવાના ઈરાદે કહ્યું, “તમારી વિઝા એપ્લીકેશન રીજેક્ટ થઈ છે.” “કેમ?” એ ખરેખર નિરાશ અને હતાશ થઈ ગઈ હોય એમ એના અવાજ પરથી સ્પષ્ટ જણાતું હતું. મેં થોડીક સેકન્ડો મૌન રહ્યા પછી હસીને કહ્યું, “તમે તો હતાશ થઈ ગયા. નિરાશ ના થાઓ, વિઝા આવી ગયા છે. જવાની તૈયારી કરો.” આટલું સાંભળતા જ તેના અવાજમાં તાજગી આવી ગઈ હોય