અસ્તિત્વ

(15)
  • 3.2k
  • 1.2k

"અમૃતા, તું મારી વસ્તુઓને હાથ શું કામ લગાવે છે? તને ના પાડી છે ને.. અને કેટલીવાર કીધું છે કે મારા માટે આટલા તેલમાં બ્રેડ ના શેક. ભાભી પાસેથી તું એક ટોસ્ટર યુઝ કરતા નથી શીખી શકતી..? " "મમ્મીજી, આજે અમૃતાના લીધે મારે સિરિયલ પણ ના જોવાઈ. આ ગામડીયણ સિરિયલમાં એક્સિડેન્ટ જોઈ સાચે જ રડવા બેસી ગઈ.." "મમ્મી, આજે તારી આ વહુએ મારી બ્લેક ટી માં દૂધ નાખી દીધું. ઉપરથી મને કહે કે નણંદબા આપણા ઘરમાં ઘણુંય દૂધ છે. તમારે કાળી ચા પીવાની જરુર નથી. હમ્...હ્.." "દાદી, તમે અમને સ્કુલેથી લેવા કાકીને કેમ મુક્યા? એમને નોર્મલ અંગ્રેજી બોલતા પણ નથી આવડતું.