હવે અંગૂઠાને લગામ કસવાનો સમય પાકી ગયો છે...

  • 5k
  • 1.7k

આજકાલ સોશિયલ મીડિયા પર ફોરવર્ડ મેસેજીસનો મારો ઘણો જોવા મળે છે. જે કાંઈ આવ્યું એને ફોરવર્ડ કરીને લોકો પોતે જાણે દેશ અને સમાજ પર કોઈ મોટો ઉપકાર કર્યો હોય એમ હાશકારો અનુભવે છે. કોઈ પણ મેસેજ મળ્યો કે કોઈ ફેસબુક પોસ્ટ જોઈ, તે કેટલા અંશે સાચી છે કે કેટલા અંશે ખોટી છે, એ જાણ્યાં વગર એને બસ ફોરવર્ડ કર્યા કરીને સોશિયલ મીડિયાને એક કચરાપેટી બનાવી દીધી છે. કચરાપેટી બનાવો એમાં પણ વાંધો નહિ, પરંતુ આજના યુવાનો અને ખાસ કરીને અનુભવની એરણે ખરાં ઊતરેલાં વયોવૃદ્ધ લોકો પણ આ કચરાને કિંમતી ખજાનો માનીને ફોરવર્ડ પણ કરશે અને પોતે એને સાચો પણ માનશે.