ડીએનએ (ભાગ ૨૩)

(36)
  • 4.8k
  • 2
  • 2k

એ વાતની ખાતરી થઈ ગઈ હતી કે સરલાના બંને દીકરામાંથી જ કોઈ એક મૈત્રીનો હત્યારો છે, તો પણ હજી સુધી એ બંનેમાંથી એકેયનો ડીએનએ પોલીસ પાસે ન હતો. કારણ કે ફક્ત અમદાવાદના લોકોના જ ડીએનએ લેવામાં આવ્યા હતા, જયારે બંને અમદાવાદથી બહાર રહેતા હતા. શ્રેયાને સરલાએ જણાવ્યું હતું કે તેના બંનેમાંથી એક પણ દીકરો તેમને પોતાની સાથે રાખતો નથી, એટલે જ તે અને તેનો પતિ તેની દીકરી સાથે રહે છે. શ્રેયા અને તેની ટીમના ઓફિસર્સ શ્રેયાની ઓફિસમાં આગળના પ્લાન પર કામ કરવા માટે એકઠા થયા હતા. શ્રેયા તેમને આખી યોજના સમજાવવા માંગતી હતી. તેનું માનવું હતું કે બંનેમાંથી કોણ સાચો